• સોમવાર, 29 એપ્રિલ, 2024

સોના-ચાંદીની આયાત માટે 11 બૅન્કોને મંજૂરી  

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 29 : રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાએ 11 બૅન્કોને સોના અને ચાંદીની આયાત માટે મંજૂરી આપી છે. મંજૂરી 1 એપ્રિલ 2024થી 31 માર્ચ 2025 સુધી માન્ય રહેશે. બૅન્કોમાં એક્સિસ બૅન્ક, ફેડરલ બૅન્ક, એચડીએફસી બૅન્ક, ઈન્ડસ્ટ્રિયલ ઍન્ડ કૉમર્શિયલ બૅન્ક અૉફ ચાઈના, આઈસીઆઈસીઆઈ બૅન્ક, ઈન્ડસઈન્ડ બૅન્ક, ઈન્ડિયન ઓવરસીઝ બૅન્ક, કોટક મહિન્દ્ર બૅન્ક, કરુર વૈશ્ય બૅન્ક, પંજાબ નેશનલ બૅન્ક, આરબીએલ બૅન્ક, સ્ટેટ બૅન્ક અૉફ ઈન્ડિયા, યુનિયન બૅન્ક અૉફ ઈન્ડિયા અને યસ બૅન્કનો સમાવેશ થાય છે.

ત્રણ બૅન્કોને માત્ર સોનાની આયાત માટે મંજૂરી આપવામાં આવી છે. ત્રણ બૅન્કોમાં ઈન્ડિયન ઓવરસીસ બૅન્ક, યુનિયન બૅન્ક અૉફ ઈન્ડિયા અને પંજાબ નેશનલ બૅન્કનો સમાવેશ થાય છે. એપ્રિલ 2023થી ફેબ્રુઆરી 2024 દરમિયાન 11 મહિનાના સમયગાળામાં સોનાની આયાત 39 ટકા વધીને 44 અબજ ડૉલર જેટલી થઈ છે. સમયગાળામાં ચાંદીની આયાત 11.50 ટકા ઘટીને 4.62 અબજ ડૉલરની થઈ છે.

ઇ-પેપરના નવા શુલ્ક