• સોમવાર, 29 એપ્રિલ, 2024

મહાઠગ સુકેશ મામલે સત્યેન્દ્ર જૈનની સીબીઆઈ તપાસને ગૃહ મંત્રાલયની મંજૂરી  

નવી દિલ્હી, તા. 29 : આમ આદમી પાર્ટીને એક પછી એક આંચકા લાગી રહ્યા છે. થોડા દિવસ પહેલા ઈડીએ આપ સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી અને હજી સુધી તેઓ ઈડીના રિમાન્ડમાં છે. જ્યારે પક્ષના ત્રણ મોટા નેતા મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન અને સંજય સિંહ જેલમાં બંધ છે. તેવામાં હવે સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીમાં વધારો થયો છે. એક કેસમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સત્યેન્દ્ર જૈન સામે સીબીઆઈ તપાસને મંજૂરી આપી દીધી છે. સૂત્રો મુજબ ગૃહમંત્રાલયે ઠગ સુકેશ ચંદ્રશેખર પાસેથી પ્રોટેક્શન મનીના રૂપમાં 10 કરોડ રૂપિયાની બળજબરીપૂર્વક વસૂલાતના આરોપમાં સત્યેન્દ્ર જૈન સામે સીબીઆઈ તપાસને મંજૂરી આપી છે. સત્યેન્દ્ર જૈન અને તિહાડ જેલના પૂર્વ ડીજી સંદીપ ગોયલ ઉપર તિહાડમાંથી બળજબરીપૂર્વક વસૂલીનું રેકેડ ચલાવવાનો અને હાઈ પ્રોફાઈલ કેદીઓ પાસેથી પ્રેટેક્શન મનીની માગ કરવાનો આરોપ છે.

ઇ-પેપરના નવા શુલ્ક