• સોમવાર, 29 એપ્રિલ, 2024

ક્રેડિટ કાર્ડથી લઈને ફાસ્ટેગના નિયમોમાં પહેલી એપ્રિલથી ફેરફાર  

નવી દિલ્હી, તા. 29 : પહેલી એપ્રિલથી નવા નાણાકીય વર્ષની શરૂઆત થવાની છે. તેવામાં આગામી પહેલી તારીખથી ઘણા બદલાવો પણ થશે. બદલાવની સીધી અસર લોકોના ખિસ્સા ઉપર પડશે. 

પહેલી એપ્રિલથી એનપીએસ નિયમમાં ફેરફારથી લઈને ક્રેડિટ કાર્ડ નિયમમાં પણ ફેરફાર થવાનો છે. જે નીચે પ્રમાણે છે. નેશનલ પેન્શન સ્કીમ : પેન્શન ફંડ નિયામક અને વિકાસ પ્રાધિકરણે નેશનલ 

પેન્શન સિસ્ટમને સિક્યોર બનાવવા માટે આધાર બેસ્ડ ટુ સ્ટેપ ઓથેન્ટીકેશન સિસ્ટમ રજૂ કરી છે. જે પહેલી એપ્રિલથી લાગુ થઈ જશે. સિસ્ટમ તમામ નેશનલ પેન્શન સિસ્ટમ યુઝર્સ માટે હશે. એસબીઆઈ ક્રેડિટ કાર્ડ : પહેલી એપ્રિલથી એસબીઆઈના  અમુક ક્રેડિટ કાર્ડ ઉપર ભાડાની ચૂકવણી ઉપર રિવાર્ડ પોઈન્ટના કલેક્શનને બંધ કરી દેવામાં આવશે. જેમાં એયુઆરયુએમ, એસબીઆઈ કાર્ડ એલીટ, એસબીઆઈ કાર્ડ એલીટ એડવાન્ટેજ, એસબીઆઈ કાર્ડ પલ્સ અને સિંપલીક્લિક કાર્ડ સામેલ છે.

ફાસ્ટેગ -કેવાઈસી : લોકોએ 31 માર્ચ પહેલા ફાસ્ટેગ -કેવાઈસી કરી લેવુ પડશે. જો પ્રક્રિયા પૂરી કરવામાં આવે તો પહેલી એપ્રિલથી ફાસ્ટેગના ઉપયોગમાં ઘણી પરેશાની આવી શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક