• સોમવાર, 29 એપ્રિલ, 2024

રાજ્યમાં બાયોમેડ કચરાનો નિકાલ કરતા 30 પ્લાન્ટસ આરોગ્ય માટે જોખમી  

મુંબઈ, તા. 29 : રાજ્યભરમાં લગભગ 30 સામાન્ય બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટીમાંના ઈન્સિનેરેટર્સ અને ટ્રીટમેન્ટ યુનિટ્સ તબીબી કચરાને અલગ કરવામાં હૉસ્પિટલોની બેદરકારીને કારણે પ્રદૂષણમાં ફાળો આપી રહ્યા છે અને લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું કરી રહ્યા છે. પ્લોટસ આસપાસના પર્યાવરણ અને લોકોના આરોગ્યને નુકસાન પહોંચાડી રહ્યા છે એવું તાજેતરના એક અૉડિટમાં બહાર આવ્યું છે.

આઈઆઈટી મુંબઈની મદદથી હાથ ધરવામાં આવેલા તાજેતરના મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (એમપીસીબી) સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે ઘણી આરોગ્ય સંભાળ સુવિધાઓ (એચસીએફ) અથવા હૉસ્પિટલો બાયોમેડિકલ કચરો એકત્ર કરતી વખતે યોગ્ય બાયોવેસ્ટ સેગ્રીગેશન (કચરાને અલગ પાડવા)ના નિયમોનું પાલન કરતી નથી પરિણામે કચરાની ટ્રીટમેન્ટ અને ભસ્મીકરણ લોકોના આરોગ્ય સામે ગંભીર ખતરો ઊભો કરે છે. દેવનાર, તલોજા, નાસિક, ચંદ્રપુર, પિંપરી, ચિંચવડ, તલેગાંવ, સતારા, બારામતી, પુણે, સોલાપુર, કુડાલ, લોટે અને કોલ્હાપુરની ફેસિલિટીઓ ખાતે સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક