• સોમવાર, 29 એપ્રિલ, 2024

આપનું `કેજરીવાલ કો આશીર્વાદ' અભિયાન લોન્ચ

સુનિતા કેજરીવાલે જારી કર્યો નંબર

નવી દિલ્હી, તા. 29 : આમ આદમી પાર્ટીએ `કેજરીવાલ કો આશીર્વાદ' અભિયાન શરૂ કર્યું છે. શુક્રવાર (29 માર્ચ) દિલ્હીના મુખ્ય પ્રધાન અરાવિંદ કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલે કહ્યું, `હું તમને (જનતા) વોટ્સએપ નંબર આપી રહી છું. તમે આના પર સંદેશ મોકલીને તમારા અરાવિંદને આશીર્વાદ આપી શકો છો.'

તે સમયે, દિલ્હીના પ્રધાન અને આપ નેતા આતિશીએ આરોપ લગાવ્યો છે કે, ઇડી બીજેપીના રાજકીય હથિયાર તરીકે કામ કરી રહી છે, તે આપની લોકસભા ચૂંટણીની રણનીતિ વિશે જાણવા માટે દિલ્હીના મુખ્ય પ્રધાન અરાવિંદ કેજરીવાલનો ફોન એક્સેસ કરવા માગે છે. બીજેપીને ઇડી નહીં પણ અરાવિંદ કેજરીવાલના ફોનનો પાસવર્ડ જોઇએ છે.

સુનિતા કેજરીવાલે કહ્યું, `હું સુનિતા કેજરીવાલ છું, અરાવિંદજીની પત્ની. તમે ગઈકાલે કોર્ટમાં અરાવિંદ કેજરીવાલે જે કહ્યું તે તમે સાંભળ્યું હશે, જો તમે સાંભળ્યું હોય તો ફરી એકવાર સાંભળો.' તેમણે કોર્ટની સામે જે કહ્યું તેના માટે ઘણી હિંમતની જરૂર હતી. તેઓ સાચા દેશભક્ત છે. આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ બ્રિટિશ સરમુખત્યારશાહી સામે રીતે લડયા હતા.

તેમણે વધુમાં કહ્યું કે, હું છેલ્લા 30 વર્ષથી તેમની સાથે છું, દેશભક્તિ તેમની નસ-નસમાં સમાયેલી છે. આપનું નવું અભિયાન શરૂ થાય છે અને વધુમાં કહ્યું હતું કે, અરાવિંદ કેજરીવાલે દેશની સૌથી ભ્રષ્ટ અને સરમુખત્યાર શક્તિઓને પડકાર ફેંક્યો છે.તમે અરાવિંદ કેજરીવાલને તમારા ભાઈ અને તમારો પુત્ર કહ્યા છે, શું તમે લડાઈમાં તમારા ભાઈ અને તમારા પુત્રને સાથ નહીં આપો? મને પૂરો વિશ્વાસ છે કે, આપણે બધા સાથે મળીને લડાઈ લડીશું.

સુનિતાએ વધુમાં કહ્યું કે, હું તમને વોટ્સએપ નંબર આપું છું. વોટ્સએપ નંબર પર આજથી `કેજરીવાલ કો આશીર્વાદ' નામનું અભિયાન શરૂ કરી રહ્યા છીએ. તમે નંબર પર કેજરીવાલને તમારા આશીર્વાદ અને પ્રાર્થના મોકલી શકો છો. બીજા કોઈને સંદેશ આપવો હોય તો તે પણ આપી શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક