• સોમવાર, 29 એપ્રિલ, 2024

બિહારમાં ઈન્ડિ ગઠબંધન બેઠક વહેંચણી થઈ  

રાજદને 26, કૉંગ્રેસને નવ અને ડાબેરીઓને પાંચ બેઠક

પટણા, તા. 29 : બિહારમાં મહાગઠબંધનની બેઠકોની આખરે વહેચણી થઈ ગઈ છે. પટણામાં રાષ્ટ્રીય જનતા દળ કાર્યાલયમાં સંયુક્ત પત્રકાર પરિષદમાં તેનું એલાન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય જનતા દળ 26 બેઠક પરથી ચૂંટણી લડશે જ્યારે કોંગ્રેસને ફાળે નવ, ડાબેરીઓને પાંચ બેઠક મળી હતી.

સૌથી મોટી ગૂંચ પૂર્ણિયા બેઠકને લઈને હતી. બેઠક હવે રાજદને મળી છે. ઉલ્લેખનીય છે કે બેઠકને કારણે પપ્પૂ યાદવનું પત્તું કપાયું હતું. જેડીયુમાંથી રાજદમાં આવેલાં બીમા ભારતી હવે બેઠક પર ઈન્ડિયા જોડાણના ઉમેદવાર રહેશે. પપ્પુ યાદવ મામલે નારાજ છે. ગત લોકસભા ચૂંટણીમાં લાલુ પ્રસાદ યાદવના પક્ષ રાજદ 19 અને કોંગ્રેસ નવ બેઠક પર પોતાના ઉમેદવાર મૂક્યા હતા. ડાબેરી પક્ષોએ અલગ થઈને બેઠક પર ઉમેદવાર ઊભા રાખ્યા હતા.

દિલ્હીમાં રાજદ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ત્રણ દિવસના મંથન બાદ નિયમો અને શરતો સાથે વહેચણીને અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું. તેજસ્વી યાદવ હજુ પણ દિલ્હીમાં છે. પટણામાં રાજદ કાર્યાલયે રાજદના પ્રદેશ પ્રમુખ જગદાનંદ સિંહ, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અખિલેશ પ્રસાદ સિંહ, રાજદ નેતાઓ અબ્દુલ બારી સિદ્દીકી, શ્યામ રજક, ઉદય નારાયણ તિવારી, ડાબેરીઓના ધીરેન્દ્ર ઝા, રામ નરેશ પાંડેય ઉપસ્થિત રહ્યા હતા.

કૉંગ્રેસની 8મી યાદી જાહેર મોદી વિરુદ્ધ અજય રાય

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની 8મી યાદી જાહેર કરી છે. વધુ 14 નામ જાહેર કરવામાં આવ્યા છે જે મુજબ વડાપ્રધાન મોદી વિરુદ્ધ યૂપી કોંગ્રેસના પ્રમુખ અજય રાયને વારાણસી બેઠક પર મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. એમપીની રાયગઢ બેઠકથી દિગ્વિજય સિંહ ચૂંટણી લડશે. અમેઠી અંગે સસ્પેન્સ યથાવત છે. છત્તીસગઢના પૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ પણ યાદીમાં સામેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક