• સોમવાર, 29 એપ્રિલ, 2024

ત્રણ દિવસની માંદગીમાંથી ઊઠીને રિયાન પરાગે ધમાકેદાર બૅટિંગ કરી   

પેન કિલર દવા લીધી અને દિલ્હી સામેની રાજસ્થાનની જીતનો હીરો બન્યો

જયપુર, તા.29 : આઇપીએલના ગઇકાલના મેચમાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સની જીતના સૂત્રધાર યુવા બેટધર રિયાન પરાગે ડેથ ઓવર્સમાં આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી. મેચ બાદ તેણે ખુલાસો કર્યો કે પાછલા ત્રણ દિવસથી તેની તબિયાત ઠીક હતી. મેચ રમવા માટે પેન કીલર દવા લેવી પડી હતી. આસામના 22 વર્ષીય ખેલાડી રિયાન પરાગે વિપરિત પરિસ્થિતિમાં 45 દડામાં 84 રનની અણનમ ઇનિંગ રમી હતી. મેચમાં દિલ્હી સામે રાજસ્થાનનો 12 રને વિજય થયો હતો. રિયાન પરાગે અંતિમ ઓવરમાં નોર્ત્ઝે જેવા અનુભવી બોલરની ધોલાઇ કરીને 25 રન ઝૂડયા હતા. જે રાજસ્થાનની જીત માટે નિર્ણાયક સમાન બની રહ્યા હતા. 

મેન ઓફ મેચ એવોર્ડ સ્વીકારતી વખતે રિયાને કહ્યં કે મેં ઘણી આકરી મહેનત કરી છે. પાછલા ત્રણ દિવસ હું પથારીમાં હતો. પેન કીલર દવા લેવી પડી હતી. આજે હું ઠીક છું અને ઘણો ખુશ છું. રિયાન પરાગની ગણના ડોમેસ્ટિક ક્રિકેટમાં પ્રતિભાશાળી ઓલરાઉન્ડર તરીકે થાય છે. જો કે આશા પર ખરાં ઉતરવા માટે તેણે ઘણો સંઘર્ષ કરવો પડયો છે. આઇપીએલની પાછલી સીઝન તેના માટે ખરાબ સપના સમાન હતી ત્યારે તેણે 7 ઇનિંગમાં ફક્ત 78 રન કર્યા હતા. સીઝનના આંરભ સાથે તેણે પોતાનો સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યો છે. તેણે કહ્યં મારા માતા અહીં છે. તેમણે પાછલા 3-4 વર્ષ ઘણો સંઘર્ષ કર્યોં છે. 

વર્ષે દેવધર ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રનનો વરસાદ કરનાર રિયાન પરાગ હવે આઇપીએલમાં પણ ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે. રાજસ્થાનના કપ્તાન સંજૂ સેમસનનું માનવું છે આગામી વર્ષોમાં રિયાન પરાગનું નામ બહુ મોટું થઇ જશે. 

ઇ-પેપરના નવા શુલ્ક