• સોમવાર, 29 એપ્રિલ, 2024

વિન્ટેજ કોહલીના 83*: કેકેઆર સામે આરસીબીના 6/182

મોંઘો બૉલર સ્ટાર્ક ફરી ધોવાયો : 4 ઓવરમાં 47 રન લૂંટાવ્યા

બેંગ્લુરુ તા.29 : વિન્ટેજ વિરાટ કોહલીની અણનમ અને આક્રમક 83 રનની ઇનિંગની મદદથી આઇપીએલના આજના મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સ વિરૂધ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ 20 ઓવરમાં 6 વિકેટે 182 રનનો પડકારરૂપ સ્કોર નોંધાવ્યો હતો. પાછલા મેચમાં 77 રનની ઇનિંગ રમનાર કિંગ કોહલીએ આજે પણ શાનદાર બેટિંગ નજારો પેશ કર્યોં હતો. તેણે 59 દડામાં 4 ચોકકા અને 4 છકકાથી 83 રનની અણનમ કલાસીક ઇનિંગ રમી હતી. જો કે કોહલી સિવાયના આરસીબીના અન્ય બેટર મોટી ઇનિંગ રમવામાં સફળ રહ્યા હતા. કેકેઆરનો સૌથી મોંઘો 2 કરોડનો બોલર મિચેલ સ્ટાર્ક આજના મેચમાં પણ ધોવાયો હતો. તેણે 4 ઓવરમાં 47 રન લૂંટાવ્યા હતા અને વિકેટ લઇ શકયો હતો. આજના મેચમાં કેકેઆરના ફિલ્ડરોએ ત્રણ આસાન કેચ પડતા મુકયા હતા.

આરસીબી કેપ્ટન પ્લેસિસ ફકત 8 રને આઉટ થયો હતો. પછી કોહલી અને કેમરૂન ગ્રીન વચ્ચે બીજી વિકેટમાં 42 દડામાં 6 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. ગ્રીન 21 દડામાં 4 ચોકકા-2 છકકાથી 33 રને આઉટ થયો હતો. જયારે મેકસવેલે બે જીવતદાન સાથે 28 રન કર્યાં હતા. રજત પાટીદાર (3) અને અનુજ રાવત (3) નિષ્ફળ રહ્યા હતા. ફિનિશર દિનેશ કાર્તિકે આખરી દડે રન આઉટ થતાં પહેલા 8 દડામાં 3 છકકાથી 20 રન કર્યાં હતા અને કોહલી સાથે 1 દડામાં 31 રનની ભાગીદારી કરી હતી. આરસીબીની સમયાંતરે પડતી વિકેટ વચ્ચે કોહલીએ રન રફતાર જાળવી રાખી હતી. કેકેઆર તરફથી રસેલ અને રાણાએ બે-બે વિકેટ લીધી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક