• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

મલેશિયા ચોખાના પુરવઠા વિશે ભારત સરકાર સાથે મંત્રણા કરશે  

ભારતે નોન બાસમતી સફેદ ચોખાની નિકાસ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે

નવી દિલ્હી, તા. 18 (એજન્સીસ) : મલેશિયામાં ચોખાના વધતાં ભાવ અને પુરવઠા ખેંચના પગલે મલેશિયન સરકાર ભારત સરકાર સાથે ચોખાની નિકાસ ઉપર લાદવામાં આવેલા નિયંત્રણો વિશે મંત્રણા કરી તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે. 

મલેશિયાના કૃષિપ્રધાન મોહમદ સાબુએ સ્થાનિક સંસદને માહિતી આપતાં જણાવ્યું કે તેમનો દેશ ભારત સાથે વિયેતનામ, થાઈલૅન્ડ અને કમ્બોડિયા સાથે પણ ઘઉંની આયાત કરવા સંદર્ભે ચર્ચા કરશે. મંત્રણા સરકાર હસ્તક આયાતકાર એજન્સી બર્નાસ દ્વારા કરવામાં આવશે, એમ સાબુએ ઉમેર્યું હતું. 

ભારત સરકાર દ્વારા સ્થાનિક બજારમાં પુરવઠા ખેંચ વચ્ચે ભાવવધારો ડામવા માટે ચોખાની વિવિધ વરાયટીઓ ઉપર નિકાસ નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. તે સાથે એશિયાના અન્ય દેશોમાં પણ વધારે ઊંચા ઉષ્ણતામાનના કારણે ચોખાના પાકને માઠી અસર થવાના કારણે પુરવઠો ઘટયો છે અને વિશ્વમાં ચોખાનો સૌથી મોટા નિકાસકાર દેશ ભારતને ચોખાનો પુરવઠો કરવા વિશ્વના અનેક દેશોએ વિનંતિ કરી છે. 

મલેશિયન સરકારે દેશની રાઈસ મિલોને તેમના માસિક ઉત્પાદનમાં એક વર્ષ સુધી 20 ટકાનો વધારો કરવાનું જણાવ્યું છે, મલેશિયા પાસે સમગ્ર દેશને આવતા ચારથી પાંચ મહિના