• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

દેશના અર્થતંત્રનું ભાવિ ઉજ્જવળ, પણ ક્રૂડમાં તેજી ચિંતાજનક : નાણાં મંત્રાલય

નવી દિલ્હી, તા. 22 (પીટીઆઈ) : આર્થિક ગતિવિધિઓમાં આવેલા વેગ અને ખાદ્ય પદાર્થોના ભાવમાં થઈ રહેલા ઘટાડાના કારણે દેશનું અર્થતંત્ર નાણાવર્ષ 2023-24 દરમિયાન ઉજ્જવળ રહેશે. જોકે, ક્રૂડતેલના આંતરરાષ્ટ્રીય ભાવમાં તેજી ચિંતાનો વિષય હોવાનું નાણાં મંત્રાલયે શુક્રવારે તેની માસિક આર્થિક સમીક્ષામાં જણાવ્યું છે.

સપ્તાહના પ્રારંભના ભાગમાં ક્રૂડતેલના ભાવ 10 માસની ટોચે પહોંચ્યા હતા. શુક્રવારે ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 94.85 ડૉલરે પહોંચતા તે વાર્ષિક ધોરણે 6.1 ટકાનો વધારો સૂચવે છે. ઓપેક પ્લસ સંગઠનના બે મોટા નિકાસકાર રાષ્ટ્રો દ્વારા ક્રૂડના ઉત્પાદનમાં ઘટાડો કરવામાં આવતાં ક્રૂડતેલમાં તેજી વણથંભી રહી છે.

ક્રૂડતેલમાં તેજી ચિંતાની બાબત છે, પરંતુ હજી ભયજનક હદે ભાવ વધ્યા નથી, એમ નાણાં મંત્રાલયના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. દેશમાં ઊર્જાની જરૂરિયાત માટે મોટા ભાગે આયાત થાય છે અને વિશ્વમાં આપણે ત્રીજા ક્રમનો સૌથી મોટો આયાતકાર દેશ છીએ.

એકંદરે સરકારની એવી અપેક્ષા છે કે, આર્થિક ગતિવિધિનો વેગ સમગ્ર નાણાવર્ષ દરમિયાન જળવાઈ રહેશે અને ખાનગી ક્ષેત્રનું રોકાણ આગળ જતાં વેગવાન બનશે, એમ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન ઍડ્વાન્સ ટૅક્સના આંકડા પ્રોત્સાહક આવતા ખાનગી ક્ષેત્રની સ્થિતિ સારી હોવાથી