• સોમવાર, 29 એપ્રિલ, 2024

અક્ષય ખન્ના ઓટીટી પર કરશે ડેબ્યૂ  

બૉલીવૂડ અભિનેતા અક્ષય ખન્ના છેલ્લા ઘણા સમયથી ફિલ્મી દુનિયાથી દૂર છે. `તાલ' ફિલ્મથી પોપ્યુલર થયા બાદ તેણે ફિલ્મી કરિયરમાં બે વાર બ્રેક લીધો હતો. ગયા વર્ષે અક્ષય `દૃશ્યમ ટુ' ફિલ્મમાં નજરે ચડયો હતો અને હવે તે રવિના ટંડનની `લેગેસી' વેબ સિરીઝથી ઓટીટી પર ડેબ્યૂ કરવાનો છે. અંગત કારણોને કારણે ફિલ્મી કારકિર્દીમાં ઉતાર-ચડાવ બાદ અક્ષયે ફરી એક વાર સારા પ્રોજેક્ટ્સની શોધ શરૂ કરી છે.

રવિનાની વેબ સિરીઝમાં ડિજિટલ ડેબ્યૂ કરી રહેલા અક્ષયે અંગે જણાવ્યું હતું કે, વેબ સિરીઝમાં કામ કરવું મારા માટે રિફ્રેશિંગ ચેન્જ જેવું છે. `લેગેસી'નું શૂટિંગ પૂરું થયું છે અને તેને વર્ષના અંત સુધીમાં અથવા આવતા વર્ષ સુધીમાં રિલીઝ કરવામાં આવશે. વર્ષ 1997માં `િહમાલય પુત્ર'થી બૉલીવૂડમાં પદાર્પણ કરનારા અક્ષય કુમારને `બોર્ડર' અને `તાલ' જેવી ફિલ્મોએ પોપ્યુલર બનાવ્યો હતો. તેની સફળ ફિલ્મો કરતાં નિષ્ફળ ફિલ્મોની સંખ્યા વધુ રહી છે. નાની ઉંમરમાં વાળ ખરવાની સમસ્યા વકરી હોવાથી તેનો નકારાત્મક પ્રભાવ ફિલ્મી કરિયર પર થયો હતો. જોકે, હવે ઓટીટી પર તેની વેબ સિરીઝને દર્શકોનો કેવો પ્રતિસાદ મળે છે તે જોવું રહ્યું.

ઇ-પેપરના નવા શુલ્ક