ઇરાનની મામરો બદામ અને પિસ્તા મગજના ભાવ ઊંચકાયા પણ ઘરાકી ઓછી
કલ્પેશ શેઠ તરફથી
મુંબઈ, તા. 20 : ઇરાન-અમેરિકા-ઇઝરાયલ
યુધ્ધ વિરામનાં દર કલાકે બદલાતા સમીકરણો અને હોર્મુઝની ખાડીમાં શિપમેન્ટ નિયમિત થવામાં
થઇ રહેલા વિલંબના કારણે દેશમાં સુકામેવાના વેપારની પરિસ્થિતી ડહોળાઇ રહી છે. નવી મુંબઇની
બજારોમાં હવે ઇરાન તથા અફઘાનનાં માલોની ખેંચ ઉભી થઇ રહી છે તો બીજીતરફ રિટેલ બજારોમાં....