કોલકાતા, તા. 20 : ચૂંટણી પ્રચાર દરમ્યાન એક દુકાન પાસે અટકી જઇને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જેનો સ્વાદ માણ્યો તે બંગાળી સ્નેકસ ઝાલમુડી પર હવે બંગાળમાં રાજનીતિ થવા લાગી છે. રાજ્યમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસે આરોપ મૂકયો હતો કે, વડા પ્રધાન મોદી ઝાલમુડી ખાવા રસ્તા પર રોકાયા હતા એટલે ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનનાં હેલિકોપ્ટરને ઊતરાણની મંજૂરી નહોતી....