• રવિવાર, 07 જૂન, 2026

અમેરિકા-ઈરાનનું જિદ્દી વલણ શાંતિના માર્ગમાં અવરોધ

અમેરિકા-ઈરાન વચ્ચેનું યુદ્ધ રોજ નવા સમાચાર લઈને આવે છે. પોતાના ટ્રૂથ એપ્લિકેશન પર અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નિતનવી જાહેરાતો કરતા રહે છે. વિશ્વને એક દિવસ આશા જાગે છે તો થોડા જ સમયમાં ફરી નિરાશાની ગર્તામાં ધકેલાય છે. યુદ્ધગ્રસ્ત બન્ને દેશો વચ્ચે સમજૂતીના ચમકારા આશા જગાવે છે, તો વળતી પળે સમજૂતીની વાત પાટા પરથી ઊતરતી દેખાય છે. તેની પાછળ મહત્ત્વનું કારણ છે બન્ને દેશોનો જિદ્દી સ્વભાવ. આ બન્ને દેશો પોતાને જીતેલા બતાવવા માગે છે. પરિણામે જેવી સમજૂતીની વાત થોડાં ડગલાં આગળ ચાલે છે અને પછી રસ્તો ચાતરી જાય છે અને આવુંય છેલ્લા એક મહિનાથી થતું આવ્યું છે.

પશ્ચિમ એશિયા આજે એવા વળાંક પર ઊભું છે, જ્યાં યુદ્ધ અને શાંતિ વચ્ચેનું અંતર ઓછું દેખાય છે. છેલ્લે એક મહિના કરતાં વધુ સમયથી બન્ને દેશો વચ્ચે પ્રત્યક્ષ અને પરોક્ષ વાતચીત ચાલી રહી છે, પણ ચોક્કસ પરિણામ સામે આવતું નથી. તાજેતરમાં કોઈ મોટો હુમલો થયો નથી એ દર્શાવે છે કે બન્ને પક્ષો યુદ્ધવિરામ જાળવી રાખવા માગે છે, પણ આખું વિશ્વ સ્થિર શાંતિની રાહ જોઈ રહ્યું છે. બન્ને દેશો વચ્ચે વિવાદનું રૂપ હોર્મુઝ, તેની અલાયદી અને આર્થિક બાબતો પર અટકી ગયું છે. હોર્મુઝના વિવાદે આખા વિશ્વને મોંઘવારીની ઝપટમાં લઈ લીધું છે, તેનાથી આપણો દેશ પણ બાકાત નથી.

દરમિયાન, એ હવે સ્પષ્ટ છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલનાં હિતોનાં રક્ષણ માટે યુદ્ધ થોપી બેસાડÎું છે. નેતાન્યાહુ અને શક્તિશાળી યહૂદી લોબી ટ્રમ્પ પાસે પોતાનું ધાર્યું કરાવી રહ્યા છે. પણ હવે ટ્રમ્પ થાક્યા છે અને ઇઝરાયલ ઉપર જાહેરમાં ગુસ્સો ઠાલવે છે, અપશબ્દો પણ બોલે છે!

અમેરિકી રાષ્ટ્રપતિએ તાજેતરમાં સાઉદી અરબ, પાકિસ્તાન, કતાર, તુર્કી, ઇજિપ્ત, જોર્ડન, બેહરિન જેવા મુસ્લિમ દેશોને અબ્રાહમ એકોર્ડમાં સામેલ થવા અપીલ કરી હતી. અત્યાર સુધી જેને કટ્ટર દુશ્મન માને છે એ દેશો હવે ઇઝરાયલને માન્યતા આપીને રાજદ્વારી સંબંધ સ્થાપિત કરે. ટ્રમ્પે એવી ચીમકી આપી કે, જે આમ નહીં કરે એ દેશોને અમેરિકા-ઈરાન સંધિમાં સામેલ થવા નહીં દેવાય. તુર્કી, પાકિસ્તાન સહિતના દેશોએ તત્કાળ પ્રતિક્રિયામાં ટ્રમ્પની વાત માનવાનો ઇનકાર કરી દીધો. મનમાની કરવાની ટેવ ધરાવતા ટ્રમ્પને નારાજ કરવાનું પાકિસ્તાન અને બીજા આરબ દેશોને પાલવશે?

અમેરિકામાં નવેમ્બર મહિનામાં સેનેટની ચૂંટણી છે અને ટ્રમ્પ પોતાને વિજેતા બતાવવા માગે છે, તેથી ઈરાનના દરેક પ્રસ્તાવને જોખી-તોળીને જુએ છે. આ ‘નાટકપૂરું ક્યારે થશે?

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ