• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

સોશિયલ મીડિયા સામગ્રીમાં સરકારના ફેક્ટ ચૅકના સુધારા પડતા મૂકો : આઇએનએસ

નવી દિલ્હી, તા. 24 : માહિતી અને પ્રસારણ મંત્રાલય અથવા કોઈ પણ કેન્દ્ર સરકાર માન્ય એજન્સી સોશિયલ મીડિયામાં દર્શાવવામાં આવતા સરકારને લગતા કોઈ પણ તથ્યો  અંગેની ચકાસણી કરી શકશે એવા ઇન્ફર્મેશન ટેકનોલોજીના નિયમો અને પ્રસ્તાવિત સુધારા અંગે ઇન્ડિયન ન્યુઝ પેપર સોસાયટીએ ચિંતા વ્યક્ત કરી  છે. 

આ સોસાયટી ઇલેક્ટ્રોનિક અને આઈટી મંત્રાલયને આ સુધારાઓને પડતા મૂકવા માટે વિનંતિ કરી જણાવ્યું છે છે અને મંત્રાલય એક એવું માળખું બનાવે કે જેથી મીડિયા સાઈટ્સ પરના સરકાર વિશેના અહેવાલની હકીકતલક્ષી ચોકસાઈની ખાતરી કરતી વખતે સંપૂર્ણ ચોકસાઈ જાળવે અને ઉચ્ચતમ ધોરણોનું પાલન કરે. કેન્દ્ર સરકારની કોઈ પણ એજન્સી કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો આ કામગીરી કરવા માટે પૂરતી નથી.