• શનિવાર, 13 એપ્રિલ, 2024

પુણેના ટ્રાફિકની સમસ્યાની સમીક્ષા કરી અહેવાલ   

આપવા મુંબઈ હાઈ કોર્ટનો કમિશનરને આદેશ

મુંબઈ, તા. 29 : પુણેના પોલીસ કમિશનરને શહેરમાં પ્રવર્તતી ટ્રાફિકની પરિસ્થિતિની સમીક્ષા કરીને એક અહેવાલ સુપરત કરવાનો આદેશ મુંબઈ હાઈ કોર્ટે કર્યો છે. અહેવાલના આધારે એક નિષ્ણાતોની સમિતિનું ગઠન કરીને શહેરની ટ્રાફિક વ્યવસ્થાને સરળ બનાવવા માટેના પ્રયાસો કરવા આદેશ આપવામાં આવશે. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને ન્યાયાધીશ આરિફ ડૉક્ટરે શહેરમાં વાહનોની સંખ્યામાં થયેલા વધારાને કારણે ઊભી થયેલી ટ્રાફિકજામની પરિસ્થિતિ વિશે 2015માં કરવામાં આવેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમ્યાન આદેશ આપ્યો હતો. 

 જાહેર હિતની અરજીના જવાબમાં ડીસીપી ટ્રાફિકે દ્વારા જમા કરવામાં આવેલા હલફનામામાં કહ્યું હતું કે, દરરોજ કેટલા અકસ્માત થયા એની નોંધ રાખવામાં આવે છે, 1250 સીસીટીવી કેમેરા બેસાડવામાં આવ્યા છે. ઉપરાંત, ટ્રાફિકની માહિતી આપવા ફેસબુક પેજ અને -મેઇલ બનાવવામાં આવ્યા છે. ટ્રાફિકની પરિસ્થિતિ અંગે અૉફિસરોના વૉટ્સઍપ ગ્રુપ બનાવવામાં આવ્યાં છે. જાહેર હિતની અરજી કરનારા વકીલે પગલાંઓને બહુ અપૂરતા ગણાવ્યા હતા. શાળાઓનાં બાળકો પણ વૉટ્સઍપ ગ્રુપ બનાવે છે. 

ગોવા, સુરત અને મુંબઈ-પુણે એક્સ્પ્રેસવે પર જો કોઈ વધુ ઝડપે ગાડી હંકારે તો તુરંત એનો ફોટો પાડીને ચલાણ મોકલવામાં આવે છે. હાલમાં બીજે સ્થળે જે રીતે ટ્રાફિકનું નિયમન કરવામાં આવે છે પ્રમાણે પગલાં ભરવા જણાવવામાં આવ્યું હતું. પુણેના રોડને ટ્રાફિકજામથી કઈ રીતે છુટકારો મળે એનો ઉપાય જણાવવા કહ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ