• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

ગોર્હે પોતાની સામેની અરજીની સુનાવણી કરી ન શકે : અનિલ પરબ

મુંબઈ, તા. 24 :  શિવસેના (યુબીટી) નીલમ ગોર્હે, મનિષા કાંયદે અને વિપ્લવ બજોરિયા સામે સર્વોચ્ચ અદાલતમાં જશે, એમ કહેતાં ઉદ્ધવ ઠાકરે ગ્રુપના વિધાન પરિષદના સભ્ય અનિલ પરબે જણાવ્યું હતું કે શિંદે ગ્રુપમાં જોડાવાના કારણે નિરસન અરજીનો સામનો કરી રહેલા નીલમ ગોર્હે કાઉન્સિલની કાર્યવાહક અધ્યક્ષની રૂએ અપાત્રતા અરજીની સુનાવણી કરી શકે નહીં.

અરજીની સુનાવણી માટે પૅનલ ચૅરપર્સનની નિમણૂંક કરવામાં આવવી જોઈતી હતી. જે નિમણૂંક કરાઈ નથી, એમ જણાવતાં પરબે એવો દાવો કર્યો હતો કે વિધાનસભ્યોની જેમ વિધાન પરિષદના સભ્યો (એમએલસી) પણ ગેરલાયક ઠરી શકે છે.

વિધાન પરિષદમાં અમે 21 જુલાઈના ત્રણ એમએલસીને ગેરલાયક ઠરાવવાની અરજી કરી હતી, એટલે હવે કોઈ ગૂંચવાડો રહ્યો નથી. અમે માત્ર યાદ અપાવી રહ્યા છીએ અને જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો એમએલએના કેસની જેમ અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું. અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. 39 વિધાનસભ્યો ગેરલાયક ઠરશે એવી ધારણા રખાઈ રહી છે અને આવું કંઈક ત્રણ એમએલસી સાથે થશે, એમ પરબે જણાવ્યું હતું.

પરબે જણાવ્યું હતું કે, એમએલએના કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પીકરનો ઉધડો લીધા બાદ સુનાવણી શરૂ થઈ છે.

સુપ્રીમ કોર્ટે એવું સ્પષ્ટ વલણ લીધું છે કે, સુનાવણી એક સપ્તાહમાં