• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

પારેખબંધુઓએ વરલીમાં રૂા. 100 કરોડના બે ફ્લૅટ ખરીદ્યા

મુંબઈ, તા. 19 : સુરક્ષા રિયલ્ટીના ડિરેક્ટર પરેશ પારેખ અને વિજય પારેખે મુંબઈના વરલી વિસ્તારમાં રૂા. 100 કરોડના બે ફ્લૅટ ખરીદ્યા હોવાના અહેવાલ સત્તાવાર વેબસાઇટ ઇન્ડેક્સ ટ્રેપ ડૉટકૉમ પર મૂકવામાં આવો છે. આ ફ્લૅટના કરારના દસ્તાવેજ વેબસાઇટ પાસે છે તે અનુસાર આ બંને ફ્લૅટ સુરક્ષા રિયલ્ટીએ શ્રીનમન રેસિડેન્સીમાં ખરીદ્યા છે. આ બંને અપાર્ટમેન્ટ 26મા અને 27મા માળે છે અને બંનેનું કુલ ક્ષેત્રફળ 6458 ચોરસફૂટ છે. બે ફ્લૅટ માટે ચાર કારના પાર્કિંગની જગ્યા ફાળવવામાં આવી છે. આ બંને ફ્લૅટમાં પ્રત્યેકમાં 640 ચોરસફૂટની બાલકની છે. સુરક્ષા રિયલ્ટીએ આ બંને આલીશાન ફ્લૅટ માટે રૂા. 50-50 કરોડ ભર્યા છે તેમ જ રૂા. ત્રણ-ત્રણ કરોડની સ્ટૅમ્પ ડયૂટી ચૂકવી છે. આ કરાર સાતમી નવેમ્બરે થયો છે. 

આ ઉપરાંત, રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાનાં પત્ની રેખા ઝુનઝુનવાલાની કંપની કિન્ટેસ્ટો એલએલપીએ બીકેસી અને ચાંદિવલી વિસ્તારમાં બે કમર્શિયલ સંપત્તિ માટે કરાર કર્યા છે. બંને અૉફિસો રૂા. 740 કરોડમાં ખરીદવામાં આવી છે અને બંને અૉફિસોનું કુલ ક્ષેત્રફળ 1.94 લાખ ચોરસફૂટ છે.