• શનિવાર, 02 માર્ચ, 2024

વધુ 205 દુકાનોમાં મરાઠીમાં પાટિયાં નહીં હોવાથી થશે કાર્યવાહી  

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 30 : સર્વોચ્ચ અદાલતના આદેશ અનુસાર મરાઠી ભાષામાં પાટિયાં નહીં લગાડનારા દુકાનો સહિત આસ્થાપનાની મુલાકાત મુંબઈ પાલિકાના અધિકારીઓ લઈ રહ્યા છે. પાલિકાની ટુકડીઓએ આજે વિવિધ 25 વહીવટી વૉર્ડોમાં 3461 આસ્થાપનાની મુલાકાત લીધી હતી. તેમાંથી 3256 આસ્થાપનામાં મરાઠી ભાષામાં પાટિયાં હોવાનું માલૂમ પડયું હતું જ્યારે 205 આસ્થાપનામાં મરાઠી ભાષામાં પાટિયાં નહીં હોવાથી કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

મુંબઈ પાલિકાના અધિકારીઓએ ગત 28મી નવેમ્બરથી ત્રણ દિવસમાં 10,305 આસ્થાપના (દુકાનો સહિત)ની મુલાકાત લીધી છે. તેમાં 9763 આસ્થાપનામાં પાટિયાં મરાઠી ભાષામાં હતાં. 542 આસ્થાપનામાં મરાઠીમાં પાટિયાં નહીં હોવાથી કાનૂની કાર્યવાહી શરૂ કરાશે.

Budget 2024 LIVE
હેડલાઇન્સ