• શનિવાર, 02 ડિસેમ્બર, 2023

નીતિ મોહન `સા રે ગા મા પા' 2023ની જજની પૅનલમાં જોડાશે  

સંગીત જગતમાં નવા ગાયકોનો ઉમેરો કરવા બદલ જાણીતા ગાયકીના રિયાલિટી શો સા રે ગા મા પાની નવી સિઝનમાં ગાયિકા નીતિ મોહન જજ તરીકે હિમેશ રેશમિયા સાથે જોડાશે. નૈનોવાલે અને ઈશ્કવાલા લવ જેવા ગીતોથી લોકહૃદયમાં સ્થાન મેળવનાર નીતિ આ રિયાલિટી શોમાં નિપુણતા અને અનુભવ લઈને આવી છે. તે ઊભરતાં ગાયકોને સિતારાઓ બનવા માર્ગદર્શન આપશે. અગાઉ તેણે સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સની જજ હતી. 

નીતિએ જણાવ્યું હતું કે, આ શો અદ્ભુત પ્રતિભાનો વારસો ધરાવે છે. આગામી સિઝનમાં ગાયકીના નવા સિતારાને શોધવા ઉત્સાહિત છું. આ સિઝનના વિજેતાને ઝી મ્યુઝિક કંપની સાથે મળીને પોતાનું ગીત રીલિઝ કરવાની તક મળશે. હું દેશના પ્રતિભાશાળી ગાયકો સાથે જોડાવા આતુર છું. નોંધનીય છે કે સા રે ગા મા પાના અૉનલાઈન અને અૉફ્ફલાઈન અૉડિશન શરૂ થઈ ગયા છે. આગામી 29મી જુલાઈએ મુંબઈમાં અૉડિશન યોજાયા છે.