• શનિવાર, 25 માર્ચ, 2023

`પાકીઝા'ની રિમેકમાં પાકિસ્તાની મીરા જી મીનાકુમારીના પાત્રમાં

પાકિસ્તાનમાં બૉલીવૂડની ક્લાસિક ફિલ્મ પાકીઝાની રિમેક બનવાની છે અને તેમાં મીનાકુમારીએ ભજવેલા પાત્રને ત્યાંની અભિનેત્રી મીરા જી ભજવશે. પાકીઝા ફિલ્મને મીનાકુમારીના પતિ કમાલ અમરોહીએ લખી, બનાવી અને દિગ્દર્શિત કરી હતી. ફિલ્મમાં મીનાકુમારી સાથે અશોકકુમાર અને રાજકુમાર જેવા કલાકારો હતા. મીરા જીએ કહ્યું કે, હું રાકીઝા બનવાની છું. છેલ્લા 13 વર્ષથી આ ફિલ્મનું કામ ચાલે છે અને હવે આગામી માર્ચ મહિનાથી તેનું શૂટિંગ શરૂ થશે. અમેરિકા નિર્માણ ગૃહ સાથે મળીને હું ફિલ્મનું નિર્માણ પણ કરું છું. અન્ય કલાકારોની પસંદગી થઈ રહી છે. 

પાકીઝા મીનાકુમારીએ ભજવેલી ભૂમિકાઓમાંની શ્રેષ્ઠ ભૂમિકા છે. આ ફિલ્મનં સંગીત હજુ આજે પણ લોકોના હૃદયમાં ખાસ સ્થાન ધરાવે છે. 1956માં કમાલ અમરોહીએ ફિલ્મ બનાવવાનું શરૂ કર્યું હતું, પરંતુ અંગત જીવનની સમસ્યાઓને લીધે ફિલ્મનું કામ અટકાવી દેવું પડયું હતું. 1969માં તે અને મીનાકુમારી ખાસ ફિલ્મ બનાવાવ માટે સાથે થયાં હતાં. તે સમયે મીનાકુમારી બીમાર હતાં. જોકે, 1972માં ફિલ્મ રજૂ થઈ ત્યારે લોકોને ગમી નહોતી. પરંતુ મીનાકુમારીના અવસાન બાદ ફિલ્મને અપાર સફળતા મળી.